ક્રાઇમ એલર્ટમાં જુઓ અમદાવાદ, સુરત, મહેસાણા અને વડોદરાની ગુનાખોરીનો રિપોર્ટ

October 28, 2020 260

Description

અમદાવાદમાં સાસુની કેદમાંથી છુટવા માટે પુત્રવધુએ સાસુની કરી નાખી હત્યા.. સાસુના ત્રાસમાંથી મુક્ત થવા માટેપુત્રવધુએ પહેલા રોડથી સાસુ પર હુમલો કરી તેની હત્યા કરી અને બાદમાં લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો.. દોઢ કલાક સુધી પુત્રવધુ લોહી સાફ કરતી રહી અને પતિ બારીમાંથી અંદર આવી જતા પત્નીનો ભાંડો ફૂટ્યો.

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત.. અમરોલી આવાસમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના પતિને ઉતાર્યો મોતને ઘાટ. પ્રેમી સહિત હત્યામાં સામેલ 3 આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. કોણ છે હત્યારો અને કઈ રીતે હત્યાનો આપ્યો અંજામ જોઈએ ક્રાઈમ એલર્ટમાં.

વડનગર પાસે 4 દિવસ પહેલા રોડ સાઈડમાં એક આધેડની લાશ મળી આવી હતી. આ લાશનો ભેદ ઉકેલાયો છે. આ ઘટનામાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસાણા lcbએ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. શુ છે સમગ્ર ઘટના જાણીએ આ રિપોર્ટમાં.

મહિલાઓની જાહેર સ્થળોએ છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશનમાં કામ કરતી મહિલા સફાઈ કર્મચારી સાથે પણ દુષ્કર્મની ઘટના બની છે. પીલોલના રેલવે સ્ટેશન માસ્ટરે જ મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ આચરતા સ્ટેશન માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે.

Leave Comments