ક્રાઇમ એલર્ટમાં જુઓ જામનગર, રાજકોટ, છોટા ઉદેપુર અને જૂનાગઢની ગુનાખોરીનો રિપોર્ટ

November 19, 2020 215

Description

જામનગરમાં લાલપુરમાં એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  અને તપાસ હાથ ધરી છે. ક્યા કારણોસર હત્યાને આપવામાં આવ્યો અંજામ. કોણ છે મૃતક યુવક અને કોણે કરી તેની હત્યા કરી જોઈ આ અહેવાલમાં .

રાજકોટમાં એક પરિવાર બહાર ફરવા ગયો અને તેમના ઘરને નિશાન બનાવી તસ્કરોએ હાથ સાફ કરી લીધો . સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. મકાન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

તહેવારોમાં પણ લૂંટ ,ચોરી અને મારધાડની ઘટનાઓ સામે આવી રહી છે.  આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની છે. જ્યાં કેટલાક શખ્સો પોલીસનો રૂઆબ બતાવી એક વ્યક્તિને લૂંટી ફરાર થઈ ગયા છે.

કેશોદમાં એક સાથે ચાર કારખાનાઓને ટાર્ગેટ  બનાવી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હતી. કારખાના માલિકોની ફરિયાદ છે કે દર વર્ષે તહેવારોમાં તસ્કરો કારખાઓનામાં ત્રાટકી ચોરીને અંજામ આપે છે.  પરંતુ આજ દીન સુધી પોલીસ તેમને પકડી શકી નથી.

Leave Comments