ભુજ રાવલવાડી પોસ્ટ કૌભાંડ મામલે પોલીસે આરોપી સચિન ઠક્કરની ધરપકડ કરી હતી. જો કે આ આરોપી પોલીસ લોકઅપમાંથી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઈ. આરોપીને શોધવા નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી. અને ફરાર સચિન ઠક્કરને ફરી ઝડપી પાડ્યો.
કહેવાય છે રંગીલું રાજકોટ. પણ આ રંગીલા રાજકોટમાં હવે ગુનાખોરીએ માથું ઊંચક્યું છે. રાજકોટ શહેરમાં હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક બાદ એક બે હત્યાની ઘટના સામે આવી છે.
જામનગરમાં ખેતી બેંકના બે કર્મચારીઓએ બેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેરકાયદેસર વ્યવહાર કરી મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. છ વર્ષમાં ખેતી બેંકના આ કર્મચારીઓએ બે કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીમાં સામે આવી છે એક યુવકના પ્રી પ્લાન મર્ડરની ઘટના. આ મર્ડર પ્લાન કરનાર છે યુવકની પત્ની અને તેનો પ્રેમી. પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિને જ રહેસી નાખ્યો. પોલીસે તપાસ કરતા મર્ડરમાં પત્ની અને પ્રેમી સહિત 4 શખ્સોની સંડોવણી બહાર આવી છે. સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો જુઓ ક્રાઈમ રિપોર્ટમાં.
પ્રેમ સંબંધમાં એક જ સમાજના બે પરિવારો વચ્ચે જંગ છેડાયો. બંને પરિવારના યુવક યુવતી પ્રેમપ્રકરણમાં ભાગી જતા બંને પરિવાર વચ્ચે 20 દિવસથી તકરાર ચાલી રહી હતી. જે તકરારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બંને જૂથો વચ્ચે તકરાર. ફાયરિંગ. અને મારામારી થતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.
સુરતના ભરથાણાના દંપતી પર અમેરિકામાં ફાયરિંગ થયું. મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં પત્નીનું મોત પતિ હાલ સારવાર હેઠળ રખાયા. લૂંટના ઈરાદે ફાયરિંગ કરી આરોપી ફરાર થયા.
રાજ્યમાં ક્રાઈમ રેશિયોમાં સુરત મોખરે આવ્યું છે. હત્યા અને આત્મહત્યાના સૌથી વધુ બનાવ સુરતમાં બન્યા છે. 280 હત્યા, 2151 આત્મહત્યાના કેસ. પરપ્રાંતિય વિસ્તારમાં હત્યાના બનાવ બન્યા છે.
અમદાવાદના વટવા રિંગરોડ પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ગામડી ગામ નજીક ઘટના બની છે. યુવતીને ભગાડી જવાની બાબતે માથાકૂટ થઈ છે. ગોમતીપુર પો. સ્ટે.ના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર પો.કોન્સ્ટેબલ સહિત 4 લોકો ફરાર થઈ ગયા છે. 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 6 આરોપીની ગુનામાં સંડોવણી છે. અગાઉ છોકરી પક્ષના […]
અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધામાં એક મહિલા ફસાઈ. પતિ સાથે થતા ઝગડાઓને લઈને મહિલાએ એક ભુવાનો સહારો લીધો પણ ભુવાના ત્રાસથી કંટાળીને મહિલાએ જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કોણ છે આ ધતિંગબાજ ભુવાએ કેવી રીતે મહિલા પર ગુજાર્યો ત્રાસ કેવી રીતે બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા તે પણ જોઈએ આ ખાસ રિપોર્ટમાં..
રાધનપુરમાં 3 મહિના પહેલા લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. 3 મહિના બાદ પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી શા માટે ચલાવી લૂંટ.. અને કેવી રીતે હત્યાને આપ્યો અંજામ જોઈએ ક્રાઈમ રિપોર્ટમાં..
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. દુકાન માલિકનો મૃતદેહ તેની જ દુકાનમાં મળી આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા ભાડાની તકરારમાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. હત્યા બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવાની પ્રયત્નો કર્યા હોવાની કબૂલાત કરી છે.
આરીફના 3 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોલકવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ પોલીસ તપાસ દરમિયાન આયશાના આપઘાત મામલે તેના ઘરમાંથી વધુ એક પુરાવો મળી આવ્યો છે. પોલીસને આયેશાની ડાયરીમાંથી મળી આવી છે તેણે લખેલી એક ચિઠ્ઠી.
2018 © Sandesh.