NRI

new video Watch Video
કેનેડામાં ગુજરાતી યુવતીની લાશને લઈ આવતીકાલે અંતિમવિધિ

કેનેડામાં ગુજરાતી યુવતીની લાશ મળવાનો મામલે ટોરેન્ટો પોલીસે યુવતીના પતિની શોધખોળ શરૂ કરી છે. આવતીકાલે યુવતીની અંતિમવિધિ કરવામાં આવશે. બોરસદના પામોલ ગામની રહેવાસી હતી. યુવતીની હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. એક વર્ષથી સાસરિયા ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.    

watch video
new video Watch Video
સુરત નવજીવન સર્કલ પાસે અકસ્માતમાં NRIને ઈજા

સુરત નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં USથી આવેલા NRIને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે કાર ટ્રાફિક સિગ્નલ સાથે ટકરાઈને પલટી મારી હતી. ત્યારે કારમાં સવાર ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. જેમાં NRI તેના મિત્રને મળ્યા બાદ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.  

watch video
new video Watch Video
રીક્ષામાં લઇ જવાઇ આ NRIના દીકરાની જાન, કારણ જાણી રહી જશો દંગ !

બારડોલીમાં NRI પટેલ પરિવારે દીકરાની જાન રિક્ષામાં લઇ જઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડયો છે. જેમાં ધનાઢય પરિવારે 12 જેટલી રિક્ષા લઇ સાદગીથી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. ત્યારે કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના દીકરા શિવ પટેલની ઈચ્છા હતી કે તેની જાન વૈભવી ઠાઠ સાથે નહી પણ ઓટોરીક્ષામાં કાઢવામાં આવે. પહેલા તો દીકરાની ઈચ્છા સામે પરિવાર […]

watch video
new video Watch Video
અમેરિકામાં નવનીત પટેલ નામના ગુજરાતીને ગોળી મારી કરી હત્યા

વિદેશમાં ગુજરાતીઓ સુરક્ષિત નથી. તેનો વધુ એક પુરાવો રવિવારે જોવા મળ્યો. અમેરિકાના જ્યોર્જિયામાં રવિવારે મૂળ મહેસાણાના નવનીત પટેલને ગોળી મારી દેવામાં આવી. 13 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાયિ થયેલા નવનીત પટેલ ગેસ સ્ટેશનમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતા હતા.

watch video
new video Watch Video
સુરતમાં NRI મહિલાના અંગદાનથી 5ને જીવનદાન

સુરતમાં NRI મહિલાના અંગદાનથી 5ને જીવનદાન મળ્યું છે. અમેરિકાથી સુરત લગ્નપ્રસંગમાં મહિલા આવી હતી. અકસ્માત બાદ ડોક્ટરે મહિલાને બ્રેનડેડ જાહેર કરી હતી. કિડની,લીવર,ચક્ષુદાન કરી ઉત્તમ દાખલો બેસાડ્યો. મૃતક શીલાએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. ડ્રાયવિંગ લાયસન્સ પર પણ ઓર્ગન ડોનર લખાવ્યું હતું. અમેરિકામાં લાયસન્સ મેળવતી વખતે આ સંકલ્પ કર્યો હતો.

watch video
new video Watch Video
અમેરિકન જોડાએ પોશીનામાં હિન્દૂ રીત રિવાજથી લગ્ન કર્યા

હાલ લગ્નસરાની મોસમ છે. ત્યારે સાત સમંદર પાર કરીને અમેરિકાથી એક કપલ લગ્ન કરવા માટે ગુજરાત આવ્યું. સાબરકાંઠાના પોશીનામાં વિદેશીના ધૂમધામથી લગ્ન થયા. અમેરિકાના એમિલી અને કાયલ હિંદુ રિતરિવાજથી સપ્તપદિના સાત ફેરા ફર્યા.

watch video
new video Watch Video
અમેરિકાના ડેનમાર્કમાં મહેસાણાના કડીના 2 ગુજરાતીઓની ગોળી મારી હત્યા

વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ કંઇક નવું છે, અવારનાવાર વિદેશોમાં ગુજરાતીઓ સાથે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જેમાં અનેક નિર્દોષ ભારતીયો વિદેશમાં ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના ડેનમાર્કમાંથી સામે આવી છે અને ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા ગોળીમારી […]

watch video
new video Watch Video
USAના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ગુજરાતના ભદ્ગેશ પટેલનું નામ સામેલ

અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર કરાયું છે જેમાં ગુજરાતના ભદ્ગેશ પટેલનું આ લિસ્ટમાં નામ છે. FBIની વેબસાઈટ પર ભદ્ગેશ પટેલનું નામ સામે આવ્યું છે. વેબસાઈટ પર ભદ્ગેશ પટેલના ફોટા સાથે તેનું નામ સામે આવ્યું છે. ભદ્ગેશ પટેલે તેની પત્નીની હત્યા કરી હતી. અમેરિકાના હેનોવરમાં છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. ભદ્ગેશ પટેલ વિરમગામ પાસેના કાતરોડી ગામનો વતની છે.

watch video
new video Watch Video
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. જેમાં ઓલપાડના મુળદ ગામના યુવકની હત્યા કરાઇ છે. 20 વર્ષીય જય પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. છેલ્લા 15 વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં આ પટેલ પરિવાર રહે છે.

watch video
new video Watch Video
કેનેડામાં ગુજરાતી ઉમેદવાર ચૂંટણી લડશે

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરલ ઈલેક્શનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે.ત્યારે આ ચૂંટણીમાં સાસ્કે-ચ્વાન પ્રોવિન્સની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગુજરાતી જીગર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. પ્રચાર દરમિયાન જીગર પટેલને સ્થાનિક લોકોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે. તો જીગર પટેલને વૉટ આપવાની અપીલ કરતાં 15થી વધુ હોર્ડિંગ્સ રોડ પર લાગ્યા છે તેમજ […]

watch video
new video Watch Video
અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મુળ સિખ પોલીસ અધિકારીની હત્યા

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મુળના પહેલા સિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ છે. જેમાં આરોપીએ પોલીસ અધિકારી સંદિપ ધાલીવાલ પર ઘણા બધા રાઉન્ડ ફાયર કર્યા હતા. સંદિપ ધાલીવાલ 10 વર્ષથી હેરિસ કન્ટ્રી પોલીસમાં શેરીફ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. નિર્મમ હત્યા કર્યા બાદ આરોપીને શોપિંગ મોલ તરફ ભાગતો જોયો હતો. સંદિપ ધાલીવાલના ડૈશકેમથી આરોપીની ઓળખ […]

watch video
new video Watch Video
દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી લૂંટાયો

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી યુવક લૂંટાયો. ભરૂચના સાંસરોદ ગામના યુવક સાથે દક્ષિણ આફ્રિકાના માલમુલ્લે ટાઉનમાં આ લૂંટની ઘટના બની. જેમાં લૂંટારૂઓએ હાર્ડવેરની દુકાનમાં ઘૂસીને યુવકની આંખોમાં સ્પ્રે છાંટી રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા.

watch video