કેનેડામાં ગુજરાતી ઉમેદવાર ચૂંટણી લડશે

October 6, 2019 3515

Description

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરલ ઈલેક્શનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે.ત્યારે આ ચૂંટણીમાં સાસ્કે-ચ્વાન પ્રોવિન્સની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગુજરાતી જીગર પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

પ્રચાર દરમિયાન જીગર પટેલને સ્થાનિક લોકોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે. તો જીગર પટેલને વૉટ આપવાની અપીલ કરતાં 15થી વધુ હોર્ડિંગ્સ રોડ પર લાગ્યા છે તેમજ 1100 જેટલાં હાઉસ સાઈન લગાવવામાં આવ્યા છે.

જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે. ગુજરાતી સહિત તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય જીગર પટેલ જીતી જશે તો નોર્થ અમેરિકા-કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલાં ગુજરાતી બની જશે. ગુજરાત-ભારત માટે આ ગૌરવરૂપ ઘટના બનશે.

Leave Comments