NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરામાં આંખમાં મરચું નાંખી બંધક બનાવ્યા હતા. તેમાં કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.
દિલ્હી એરપોર્ટ પર 15 ગુજરાતી મુસાફરો ફસાયા છે. બ્રિટનથી વિમાનમાં દિલ્હી આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા પાસપોર્ટ જમા કર્યાનો આરોપ છે. પાસપોર્ટ જમા કરી દેતા અમદાવાની ફ્લાઈટ ચૂક્યા હતા. કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા છતા યોગ્ય જવાબ નહીં અપાયો. અમદાવાદની 6.30ની ફ્લાઈટ ચૂકી જતા હાલાકી થઈ હતી.
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.
અમેરિકાની ચૂંટણી પર રાજકીય વિશ્લેષક અને ગુજરાતી NRI સાથે વાતચીત.
ભારતીય વાયુ સેનાનો 88મો સ્થાપના દિવસ છે. એરફોર્સ ડે પર PM મોદીએ શુભેચ્છા પાઠવી. સાહસ, શૌર્ય, સમર્પણ પ્રેરણા આપે છે તેવું PMએ જણાવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહે પાઠવી શુભેચ્છા. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ફ્લાય પાસ્ટ. રાફેલ પણ ફ્લાય પાસ્ટમાં સામલે થશે.
સુરતમાં NRI મહિલાની મિલકત પર કબ્જો કરવા મામલે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ રાંદેર પોલીસે ફરિયાદ નોંધી છે. મૂળ ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતી અને હાલ રાંદેર ટાઉન સ્થિત સુથારવાડમાં રહેતી ખદીજા ઉર્ફે સદીકા સાલેહના ફ્રાન્સમાં રહેતા પતિએ રાંદેર ખાતેની આ મિલકત ખરીદી હતી. અને જૂનુ મકાન તોડીને બે માળનું નવું મકાન બનાવ્યું હતું. પરંતુ હાલ આ […]
દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં બંદૂકની અણીએ ભરૂચના યુવકને લૂંટી લેવાયો છે. ભરૂચના વોરા સમની ગામનો આ યુવક હાલ વેન્ડામાં રહે છે. હાલ આ ઘટનામાં ભરૂચના આ યુવક વિશે વધુ માહિતી મળી શકી નથી. આ યુવક કોણ છે, કેટલા વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો? તે પરિવાર સાથે રહે છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળી શક્યા […]
અમેરિકામાં H-1B વિઝા પોલીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની H-1B વિઝા પોલીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિઝા પોલીસી વિરૂદ્ધ 174 ભારતીય કોર્ટ પહોંચ્યા છે. જેમાં પરિવારથી અલગ કરવાના પ્રયાસની રજૂઆત કરાઇ છે.
અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. જેમાં ટ્રમ્પ પ્રશાસને વિવાદિત નિર્ણય બદલ્યો છે. તથા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન માહિતી આપી છે. તથા ઓનલાઈન એજ્યુકેશન મુદ્દે નિર્ણય કર્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવક પર હુમલો થયો છે. જેમાં વેન્ડા શહેરમાં ગુજરાતી યુવક પર લૂંટના ઈરાદે ભરૂચના દેવલા ગામના યુવક પર ફાયરિંગ થયુ છે. તેમાં યુવકના પગના ભાગે ગોળી વાગી છે.
2018 © Sandesh.