ટીમ ઈન્ડિયાને ઝટકો, શિખર ધવન 3 સપ્તાહ માટે ટીમમાંથી બહાર

June 11, 2019 965

Description

આઈસીસી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનનાના ડાબા હાથના અંગૂઠામાં સોજો આવતાં તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

ધવનના ડાબા હાથના અંગૂઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેન કરાયું. સ્કેન બાદ તેની ઇજાને ગંભીર ગણાવતા ડોકટર્સે ત્રણ સપ્તાહ માટે આરામની સલાહ આપી છે.

રવિવારે ઓસ્ટ્રેલિયાની સામે વિશ્વ કપ મેચમાં ભારતની જીતના હીરો શિખર ધવનને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો.

બોલ વાગ્યા બાદ ભયંકર દુખાવો થવા છતાંય ધવને મેચમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયા સામે મોટા સ્કોરનો પડકાર મૂક્યો હતો. અંગૂઠામાં ઈજા છતાં ધવને 109 બોલમાં 117 રનનો સ્કોર બનાવ્યો હતો.

ઈજાને કારણે ધવન ફિલ્ડિંગ ઉતર્યો ન હતો, અને તેની જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ 50 ઓવર સુધી ફિલ્ડિગ ભરી હતી. શરૂઆતમાં તેણે અંગૂઠામાં થયેલી ઈજાને સામાન્ય ગણી હતી.

હાથ પર બરફ ઘસ્યો હતો. પણ જ્યારે અંગૂઠા પરનો સોજો ઓછો ન થયો તે બાદ તેણે ડોક્ટરની સલાહ લીધી હતી. આજે હોસ્પિટલમાં સ્કેન બાદ ડોક્ટરોએ અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. એટલે કે, હવે આગામી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં શિખર ધવનને બદલે કેએલ રાહુલને ઓપનિંગમાં ઉતારી શકાય છે.

Leave Comments