શહિદ વિભૂતીના નીકિતા સાથે દસ મહિના પહેલાનો વિડીયો આવ્યો સામે

February 23, 2019 440

Description

પુલવામાં હુમલા બાદ આતંકીઓ સાથેની અથડમણમાં દેહરાદૂનના મેજર વિભૂતી શહિદ થયા હતા. મેજરની શહાદત પર જ્યાં દરેકની આંખોમાં આસુ હતા. ત્યા શહિદની પત્ની નીકિતા એક વિરાંગનાની જેમ હિંમત રાખીને ઉભી રહી હતી. તે પતિના નશ્વર દેહને કોફીનમાં નિહાળી રહી હતી. તેના કોફીન અને ચહેરાને ચૂમી રહી હતી.

શહિદ વિભૂતીના નીકિતા સાથે દસ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેમના લગ્ન સમયે મેજરે તેમની પત્ની સાથે કરેલો ડાન્સનો વીડિયો પણ સામે આવ્યો હતો. લગ્ન કરી સાત જન્મોના બંધને બંધાવાના વચન આપેલા મેજર વિભૂતીએ દેશ પ્રેમ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે. ત્યારે પતિની શહાદત પર અંતિમ વિદાય વખતે પત્ની નીકિતાએ જય હિંદ અને લવ યુ વિભૂ કહીને શહિદ પતિને આખરી સલામ આપી હતી.

Leave Comments