દેશનાં પ્રવાસન સ્થળોને અનલૉક-5 હેઠળ ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાં

October 17, 2020 785

Description

કોરોના વચ્ચે હવે અનલૉક-5ની પ્રક્રિયા હેઠળ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાં છે, ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે ખુલી ગયું છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ માટે 2500 પ્રવાસીઓ પ્રવેશ આપવામાં આવશે.

આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓને દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટિંગ વેબસાઈટ પરથી મળી શકશે.

Leave Comments