ઉરીમાં ફાયરિંગ સેના દ્રારા પાક.નાં 2 જવાનનો ઠાર

February 22, 2018 320

Description

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી ક્યારેય બાઝ આવ્યુ નથી. પરંતુ ભારતીય સેના હંમેશા તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. તેવામાં ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરીંગમાં સેનાએ પાકિસ્તાનના બે જવાનને ઠાર માર્યા છે. પાકિસ્તાને ISI સાથે મળીને આ ષડયંત્ર રચ્યુ હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

પાકિસ્તાની આર્મીમાં આતંકીઓની ભરતી થઇ હોવાનુ સૂત્રોએ જણાવ્યુ હતું. વળી ભારતીય સેનાને નિશાનો બનાવવા પાકિસ્તાને બોર્ડર પર સ્નાઇપર તહેનાત કર્યા છે. એક ખાનગી રિપોર્ટ મુજબ સ્નાઇપર જો ભારતીય જવાનોને નિશાનો બનાવવામાં સફળ રહે તો તેને 50 હજારથી લાખ રૂપિયા સુધીનુ ઇનામ અપાય છે.

પાકિસ્તાને કેરન સેક્ટરથી જમ્મુના પલાંવાલા સુધી 150થી વધુ આતંકી સ્નાઇપર શૂટર તહેનાત કર્યા છે. જે ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યા છે.

Tags:

Leave Comments