આવતીકાલથી બે દિવસ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક

January 10, 2019 785

Description

આવતીકાલથી બે દિવસ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હી ખાતે મળશે. આ બેઠકમાં PM મોદી અને અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી હાજરી આપશે. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી જીતવાનો આ બેઠકમાં પ્લાન તૈયાર ઘડાશે.

આ બેઠક દિલ્હીના રામલીલા મેદાનમાં મળશે. દેશભરમાંથી 12 હજાર જેટલા કાર્યકરો હાજર રહેશે. જેમાં ગુજરાતના 600 જેટલા કાર્યકરો કારોબારીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચશે. આ કારોબારી બેઠકમાં ઉમેદવાર પસંદગી અને બુથ સ્તર સુધીનું આયોજન કરાશે.

Leave Comments