CJIની નિવૃત્તિના 4 દિવસ પહેલાં આજના 3 ચુકાદા પર આખા દેશની નજર

November 14, 2019 1865

Description

ગયા સપ્તાહમાં અયોધ્યા જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યા પછી હવે આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહત્ત્વના મામલા પર ચુકાદા આવી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેન્ચ કેરળના સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓને પ્રવેશની પરવાનગી આપતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પડકારતી 65 જેટલી રિવ્યૂ પિટિશનો પર આજે ચુકાદો આપશે.

તે ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની રહેલા ફ્રાન્સ સાથેના રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કેસમાં સિટ દ્વારા તપાસ કરાવવાની માગ નકારી કાઢતા પોતાના ચુકાદાની રિવ્યુ પિટિશન પર પણ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે.

તેવી જ રીતે સુપ્રીમ કોર્ટ ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં સાંસદ એવા રાહુલ ગાંધી સામે અદાલતની અવમાનનાના કેસમાં પણ ચુકાદો આપશે.

Leave Comments