નૈનિતાલના લોકો ચોમાસા દરમિયાન જીવના જોખમે નદી પાર કરવા મજબુર

July 21, 2019 470

Description

ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના લોકો ચોમાસા દરમિયાન જીવના જોખમે નદી પાર કરે. નૈનીતાલના દાનીજેલા ગામના લોકો ટ્રોલીમાં બેસી અને નદી ઓળંગે છે. વિદ્યાર્થીઓ શાળાએ આ ટ્રોલીમાં બેસીને જાય છે. આ ટ્રોલીમાં એક સમયે એક જ વ્યક્તિ બેસીને જઈ શકે છે.

જ્યારે આ ગામમાં કોઈ બીમાર હોય ત્યારે તે બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં લોકો મુશ્કેલીમાં મુકાઈ છે. ટ્રોલીમાં બેસીને આવવા-જવામાં અનેક દુર્ઘટના થઈ છે. જેમાં ઘણાં ખરા લોકોના નદીમાં તણાઈ જવાથી મોત થયા છે.. આ ગામના લોકોએ સરકારની પાસે પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ હાલ સુધી પુલ બન્યો નથી.

Leave Comments