ગોવાના પણજી ખાતે ‘નો યોર આર્મી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

January 14, 2020 2240

Description

72માં આર્મી ડેની ઉડવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગોવાના પણજી ખાતે ‘નો યોર આર્મી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેના તરફથી સૈન્યની તાકાતનો પરચો દેખાડવામાં આવ્યો હતો. સાથે જ આર્મી ડોગ્સ તરફથી પોતાનું કરતબ દેખાડવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર આર્મી જવાનના મલખમ દાવપેચનું રહ્યું હતું. તો બીજી તરફ લોકોએ ભારતીય સેના પાસે રહેલા અત્યઆધુનિક શસ્ત્રોની એક જલક પણ નિહાળી હતી.

Leave Comments

News Publisher Detail