ચીનની સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની ભારતીયો પર સતત નજર

September 14, 2020 200

Description

ચીન ભારત પર હવે જાસૂસી પણ કરી રહ્યું છે.. ચીનની સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની ભારતીયો પર સતત નજર રાખી રહી છે.. 10 હજાર જેટલા ભારતીયો અને ભારતીય સંગઠનો પર આ ડેટા કંપનીની ચાંપતી નજર છે.. તેમાં રાજકારણીઓ અને નેતાઓ તથા મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.. સ્પોર્ટ્સ, બિઝનેસ અને કલાકારો પર નજર રખાઇ રહી છે..તેમાં સૌથી પહેલું નામ છે દેશનં વડાપ્રધાન મોદી.. બીજું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ત્રીજું ભાજપનાં અધ્યક્ષ જેપી નડ્ડાનું.. સાથે જ દેશનાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું નામ આ યાદીમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નામ પણ તેમાં સામેલ છે.. કેરળથી કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી.. અને તેમની બહેન તથા કોંગ્રેસની નેતા પ્રિયંકા ગાંધી, ચીફ જસ્ટીસ ઓફ ઇંડિયા એસ.એ બોબડેની ગતિવિધિઓ પર ચીનની નજર છે. નીતિ આયોગનાં સીઇઓ અમિતાભ કાંતનું નામ પણ આ યાદીમાં છે.. તો ટાટા ગ્રૂપનાં માનદ ચેરમેન અને બિઝનેસમેન રતન ટાટા.. અને ગુજરાતની કંપની અદાણી જૂથનાં ચેરમેન ગૌતમ અદાણી પણ સામેલ છે.. ક્રિકેટર સચિન તેંડુલકર.. અને ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલની ગતિવિધિઓ પર પણ ચીન નજર રાખે છે. આ ઉપરાંત 8 કેન્દ્રીય મંત્રીઓ જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ.. નાણામંત્રી નિર્મલાસિતારમણ.. કોમ્યુનિકેશન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પર પણ ચીનની ડેટા કંપનીની નજર છે.. આ ઉપરાંત પિયુષ ગોયલ.. સ્મૃતિ ઇરાની અને વી.કે સિંહના નામ આ યાદીમાં છે. તો કિરણ રિજિજૂ અને રમેશ પોખરિયા નિશંક પણ યાદીમાં છે.. તો સાથે જ, 5 રાજ્યનાં મુખ્યમંત્રીઓ જેમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ.. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત.. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરે સામેલ છે.. તો પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે..

Leave Comments