મોદી સરકારને સુપ્રીમ કોર્ટની લપડાક. ત્રણેય કાળા કૃષિ કાયદાઓના અમલીકરણ પર અચોક્કસ મુદ્દત સુધી પ્રતિબંધ. છતાંય ખેડૂતો નારાજ. ખેડૂત નેતાઓએ કહ્યું જ્યાં સુધી સરકાર કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
સંદેશ ન્યૂઝ ફરી એકવાર લોકોના પ્રશ્નોના ઉકેલ માટેનુ ધારદાર માધ્યમ બન્યુ છે. જેમાં અમદાવાદના દેત્રોજ ખાતે ખેડૂતો હેરાન પરેશાન હતા. અનેક રજૂઆત બાદ પણ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહોતો આવતો. ખેડૂતોની તે સમસ્યાનો રિપોર્ટ સંદેશ ન્યૂઝે દર્શાવ્યો. અને તાત્કાલીક સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
પાટણ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. જેમાં છેલ્લા 10 દિવસથી ઠંડીનું જોર વધતા જીરૂના પાકમાં વૃદ્ધી થવાની આશા સેવાય છે. જેમ જેમ ઠંડીનું જોર વધી રહ્યું છે એમ એમ જીરાનો પાક પણ ખીલે રહ્યો છે. જેથી સિઝન સારી જવાની ખુશી ખેડૂતોના ચહેરમાં જોવા મળી રહી છે.
આવતીકાલે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાયો. ટ્રેક્ટર પરેડને લઇને 17મીએ ખેડૂતોની બેઠક છે. આવતીકાલે કૃષિ કાયદા પરત ખેંચવા સરકાર સાથે વાતચીત કરાશે. યોગ્ય નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે. ખેડૂતોએ પ્રદર્શન સ્થળ પર જ મનાવ્યો લોહરીનો તહેવાર. લોહરીની અગ્નિમાં કૃષિ કાયદાની હોળી કરી. 17મીએ ટ્રેક્ટર પરેડ અંગે ખેડૂતોની બેઠક […]
દેત્રોજના રાન્તાઇ ગામના ખેડૂતની હાલત દયનીય બની છે. 60 વિઘાથી વધુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના સપના ધોવાયા છે. ત્યારે સંદેશન્યૂઝની ટીમે ખેડૂતોની વેદના જાણી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો.
Leave Comments