દિલ્હીની સ્કૂલમાં ચોંકાવનારી ઘટના, વિદ્યાર્થીનીઓને બંધક બનાવી

July 11, 2018 305

Description

દિલ્હીની એક સ્કૂલમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ દ્વારા ફી નહીં ભરનાર 50 જેટલા વિદ્યાર્થીઓનીઓને બંધક બનાવી દીધી. ચાંદની ચોક ગર્લ્સ પબ્લિક સ્કૂલ પ્રબંધન કમિટીએ 5 કલાક સુધી કેજીની બાળકીઓને ભુખી તરસી અને પંખા વિના બેઝમેન્ટમાં બંધક બનાવી રાખી.

જ્યારે બાળકોનાં વાલીઓ તેમના લેવા માટે સ્કૂલ પહોંચ્યાં ત્યારે તેમને કહ્યું કે બાળકોને બેઝમેન્ટમાં રખાયા છે. ફી આપશો તો જ બાળકોને છોડીશું. આ વાત પર વાલીઓ ભડકી ઉઠ્યાં હતા. અને જોરદાર હોબાળો કર્યો હતો. વાલીઓનો રોષ જોઈને સ્કૂલે વિદ્યાર્થીનીઓને છોડી મુકી હતી. તો આ મામલે વાલીઓની ફરિયાદ પર પોલીસે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સમગ્ર ઘટનાની રિપોર્ટ માંગી છે..

Leave Comments