મોદીના મંત્રીએ PoKને લઇ કરી જબરદસ્ત મોટી જાહેરાત, પાકિસ્તાનની ઊંઘ થઇ જશે હરામ

September 11, 2019 815

Description

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના એજન્ડામાં પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું છે કે અમારા આગળનો એજન્ડા PoKને ભારતનું અભિન્ન અંગ બનાવાનો છે.

ઉધમપુર-કઠુઆ લોકસભા સીટ પરથી જીતીને આવનાર જીતેન્દ્ર સિંહે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના મુદ્દા પર કહ્યું કે આ તો માત્ર મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી પરંતુ આ 1994મા પી.વી.નરસિંહ રાવના નેતૃત્વવાળી તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસહમતિથી પારિત સંકલ્પ છે. આ એક સ્વીકાર્ય રૂખ છે.

કલમ 370ની મોટાભાગની જોગવાઇ સમાપ્ત કરવા પર પાકિસ્તાનની તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અભિયાન પર વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી સિંહે કહ્યું કે વિશ્વનો રૂખ ભારતના અનુકૂળ છે. તેમણે કહ્યું કે કેટલાંક દેશ જે ભારતના રૂખથી સહમત નહોતા, હવે તેઓ પણ અમારા રૂખથી સહમત છે. સિંહે કહ્યું કે કાશ્મીરમાં આમ આદમી મળનાર લાભોને લઇ ખુશ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાશ્મીર ના તો બંધ છે અને ના તો કર્ફ્યુના છાયામાં છે, પરંતુ ત્યાં માત્ર કેટલાંક પ્રિતબંધો મૂકવામાં આવ્યા છે. સિંહે દેશ વિરોધી તાકતોની ચેતવણી આપી કે તેમણે ઝડપથી એ માનસિકતાને બદલવી પડશે કે તેઓ કંઇપણ કર્યા પછી બચીને નીકળશે. સિંહે પત્રકારોને કહ્યું કે આપણે એવા નિવેદનો (કાશ્મીર કર્ફ્યૂના પડછાયામાં છે અને સંપૂર્ણપણે બંધ છે)ની નિંદા કરવાની જરૂર છે. કાશ્મીર બંધ નથી. ત્યાં કર્ફ્યૂ નથી. જો કર્ફ્યૂહોય તો લોકોને ‘કર્ફ્યૂ પાસ’ની સાથે બહાર નીકળવું પડત.

તેમણે કહ્યું કે કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ઇન્ટરનેટ સર્વિસ બંધ રાખવા અંગે તેમણે કહ્યું કે અમે તેને ઝડપથી પુન:સ્થાપિત કરવા માંગીએ છીએ. એક કોશિષ કરાઇ હતી પરંતુ સોશિયલ મીડિયા પર નકલી વીડિયો લગાવ્યો અને નિર્ણયની ફરીથી સમીક્ષા કરવી પડી. સિંહે કહ્યું કે સરકાર આ પ્રતિબંધોને ખત્મ કરવા અને ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવા અન ઇન્ટરનેટ પર પ્રતિબંધ હટાવા માટે ઇચ્છુક છે.

આતંકીઓ દ્વારા સામાન્ય લોકોની હત્યા અંગે તેમણે કહ્યું કે તેમાં પાકિસ્તાનનો હાથ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે એ માનસિકતા છે કે તમે કંઇ પણ કરીને બચી નીકળશે. હવે તમે બચીને નીકળી શકશો નહીં, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે તમારે કિંમત ચૂકવવી પડશે.

Leave Comments