પાકની ધમકીઓ પર સેના પ્રમુખ – ખબરદાર જો LoC પર કોઇ હરકત કરી તો…

August 13, 2019 1160

Description

કલમ 370 પર નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર સતત અસર પડી રહી છે. હવે તેની અસર લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પણ જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની સેના એલઓસીની તરફ આગળ વધી રહી છે અને લદ્દાખની સામે પોતાના એરબેસમાં લડાકુ વિમાનોની તૈનાતી કરી રહ્યા છે.

પાકિસ્તાની સેનાની આ તૈયારી પર ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે અમે એલર્ટ છીએ. જો તેઓ એલઓસી પર આવવા માંગે છે તો તેમના પર નિર્ભર કરે છે. તેનો જવાબ મળશે.
જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરી લોકોની સાથે અમારી વાતચીત પહેલાંની જેમ સામાન્ય છે. અમે તેમને બંદૂક વગર મળતા હતા અને આશા છે કે અમને આશા છે કે બંદૂક વગર જ મળતા રહીશું.

આપને જણાવી દઇએ કે આ પહેલાં પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે દાવો કર્યો હતો કે ભારે હથિયારોથી લેસ પાકિસ્તાનની સેના લાઇન ઓફ કંટ્રોલ (LoC)ની તરફ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાન પત્રકાર હામિદ મીરે ટ્વિટ કરીને કહ્યું છે કે તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેટલાંય મિત્રોને ફોન કરી કહ્યું કે સામાન ભરેલ પાકિસ્તાનની સેના LoCની તરફ આગળ વધી રહી છે.

હામિદ મીર પાકિસ્તાનના પત્રકાર છે. હામિદ મીરનો દાવો છે કે પીઓકેમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે હામિદ મીરના આ દાવાની કયાંયથી પુષ્ટિ થઇ નથી. પાકિસ્તાન સરકારે આ બાબતે કોઇ નિવેદન આપ્યું નથી અને ના તો ભારત સરકારની તરફથી આવું કોઇ નિવેદન આવ્યું છે.

Leave Comments