દિલ્હીમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ પહોચ્યાં, રાજપક્ષેની પહેલી સતાવાર વિદેશ યાત્રા

November 30, 2019 455

Description

દિલ્હીમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ પહોચ્યાં છે. ત્યારે શ્રીલંકાનાં નવા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પોતાની પહેલી સત્તાવાર વિદેશ યાત્રા પર ભારત પ્રવાસે છે. જેમાં તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. જેમાં આતંકવાદથી લઇને વેપાર સહિત દરેક મુદ્દા પર ચર્ચા કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત દરેક રીતે આતંકવાદનો વિરોધ કરે છે અને આની વિરુદ્ધ આપણી લડાઈ ચાલું રહેશે.

આ લડાઈમાં ભારતનો સાથ શ્રીલંકા આપતુ રહેશે. જેમા પીએમ મોદીએ કહ્યું કે, આપણા માટે સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પહેલી યાત્રા માટે ભારતને પસંદ કર્યું. જેમા આ ભારત-શ્રીલંકાની દોસ્તીનો પુરાવો છે.

Leave Comments