ભાજપની કૂટનીતિનો વિનાશ કરવા SP – BSPનું ગઠબંધન : અખિલેશ

January 12, 2019 1010

Description

સંયુકત પત્રકાર પરિષદમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ ગઠબંધનથી ભાજપ ગભરાઇ ગયું છે અને તે અલગ-અલગ ષડયંત્ર રચી શકે છે. તેમણે સપા-બસપા કાર્યકર્તાઓને અપીલ કરી કે ગઠબંધની ગભરાઇને ભાજપ અલગ-અલગ રીતે પરેશાન કરવાનું ષડયંત્ર કરી શકે છે. દંગા-તોફાનોનો પણ પ્રયાસ કરી શકે છે પરંતુ આપણે સંયમની સાથે દરેક ષડયંત્રને નિષ્ફળ કરવાના છે.

અખિલેશે સપા કાર્યકર્તાઓને ખાસ અપીલ કરી કે માયાવતીનું એટલું જ સમ્માન કરો, જેટલું તમે મારું કરો છો. સપા અધ્યક્ષે કહ્યું કે સપા કાર્યકર્તા એ વાતની ગાંઠ બાંધી લો કે માયાવતીજીનું સમ્માન મારું સમ્માન છે, તેમનું અપમાન મારું અપમાન છે. માયાવતીજીનો દેશહિતમાં લેવામાં આવેલ ઐતિહાસિક નિર્ણય માટે ધન્યવાદ આપું છું. સમયની સાથે બંને પાર્ટીઓના સંબંધમાં વધુ મજબૂત હશે. તેમણે કહ્યું કે અમે ગઠબંધન પર એ દિવસે મ્હોર લગાવી દીધી હતી જ્યારે રાજ્યસભા માટે સપા-બસપાના સંયુકત ઉમેદવાર ભીમરાવ આંબેડકરને છલ-કપટથી હરાવ્યા હતા. આપણે ભાજપનો અહંકાર તોડીશું.

Leave Comments