ઈત્તર પ્રવૃત્તિ અને તેની ફી અંગે સરકાર કરે જાહેરાત : SC

July 11, 2018 215

Description

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ S.A બોબડે અને  L નાગેશ્વર રાવની ખંડપીઠ દ્ગારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે દરખાસ્ત ન કરનાર તમામ સ્કૂલોને દરખાસ્ત કરવી પડશે. 1800 સ્કૂલોએ ફી મામલે દરખાસ્ત રજૂ કરી નથી તેઓને 2 સપ્તાહમાં દરખાસ્ત કરવા SCએ સમય આપ્યો છે.

ઈત્તર પ્રવૃત્તિ અને તેની ફી અંગે સરકાર બે સપ્તાહમાં જાહેરાત કરે તેવો સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે. આ સિવાય SCએ જણાવ્યું છે કે સ્વિમિંગ, હોર્સ રાઈડિંગ, ટ્રાન્સપોર્ટની સેવા અનિવાર્ય નથી અને તેને ફરજીયાત લાગુ કરી શકાય નહીં.

 

સુપ્રિમે શાળા સંચાલકોએ સરકારની જાહેરાતનો અમલ કરવા આદેશ કર્યો છે. ફી નિયમન મામલે અંતિમ ચૂકાદો હજુ પણ બાકી છે. જો કે અંતિમ ચૂકાદા સુધી વાલીઓએ શાળાના નિયમ મુજબ ફી ભરવી પડશે.

 

Tags:

Leave Comments