સંદેશ વિશેષ : સુપર સ્પ્રેડર

February 22, 2021 275

Description

શહેરના રસ્તાઓ પર નીકળતા હશો તો 15-20 દિવસ કે, મહિના પહેલાના દ્રશ્યો તમારી નજર સમક્ષ આવતા હશે. તમને સવાલ પણ થતો હશે કે ભઇ કોરોનાના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ ફરી મફતમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં કેમ આવ્યા છે ? રોજ આરોગ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં કેસ તો પહેલાની તુલનામાં ઓછા જ નોંધાઇ રહ્યા છે. તો પછી કેમ આવી રીતે ફરી તંત્ર એક્શનમાં આવી ગયું છે. આનું કારણ છે સુપર સ્પ્રેડર. આ નામથી કદાચ તમે અજાણ પણ નહીં હોય પરંતુ, જો આજે તમને કોરોના થશે તો આના માટે જવાબદાર આ સુપર સ્પ્રેડર જ હશે. એટલે આજે અમે તમને એ જ જણાવવાના છીએ કે આ સુપર સ્પ્રેડરનો ખતરો કેટલો છે ? કોણ છે આ સુપર સ્પ્રેડર ? અને અચાનક કેવી રીતે સામે આવ્યા ? આ સુપર સ્પ્રેડરની કરતુતનું પરિણામ શું ભોગવવું પડશે.

સામાજીક અંતર, વિશેષજ્ઞો અને મોટા મોટા ડૉક્ટર્સ કંઇ ગાંડા તો નહીં જ હોય કે લોકોને એ સમજાવતા રહ્યા કે તમારી જાતને સુરક્ષિત રાખવા માગતા હોય તો સામાજિક અંતરનું પાલન કરો અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરો. પરંતુ નહીં આ વાત કેટલાક બેજવાબદાર લોકો ન સમજ્યા એટલા માટે જ આજે સમય ફરી એ ચિંતાનો જ આવી ગયો છે. આવું અચાનક નથી કરવામાં આવ્યું. તંત્રને ખ્યાલ હતો કે ચૂંટણી બાદ કોરોનાના કેસ વધશે કેમ કે સુપર સ્પ્રેડર એક કાર્યકરની જેમ આખાય ગુજરાતમાં પહોંચવામાં સક્ષમ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે કેસ તો વધવાના જ છે. હવે કોરોનાની આ તૈયારીઓ પાછળ કેટલાક તથ્યો પણ છે એ જાણો અને સમજો..

Leave Comments

News Publisher Detail