પ્રિયંકાને યુપીના સીએમ તરીકે પ્રોજેક્ટ કરાયા

February 11, 2019 680

Description

યુપીમાં પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રીના દ્રશ્યો જોયા બાદ સવાલ એ ઉભો થાય કે આખરે કોંગ્રેસ કેમ પ્રિયંકા પર મદાર રાખીને બેઠી છે.

રાજકારણમાં ઔપચારિક એન્ટ્રી બાદ હવે પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતાનો પરચો મળી ગયો છે. લખનઉના રોડ શોમાં જોડાતા પહેલા જ પ્રિયંકા ટ્વિટર પર આવ્યા, તેની સાથે જ ફોલોઅર્સનો ખડકલો થઈ ગયો.

પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીની નોંધ પહેલા જ દિવસે લેવાઈ ગઈ છે. સપા-બસપાએ પોતાના ગઠબંધનમાં કોંગ્રેસને વધુ બેઠક ઓફર કરી હોવાની વાતો ચાલી રહી છે. તો બીજી તરફ હવે પ્રિયંકાને યુપીના સીએમ તરીકે પણ પ્રોજેક્ટ કરાયા છે.

પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીથી રાજકારણ ન ગરમાય તો જ નવાઈ. લખનઉમાં પ્રિયંકાના ભવ્ય રોડ શો ને જોતાં કોંગ્રેસમાં જ્યાં ઉત્સાહનો માહોલ છે, ત્યાં જ ભાજપે ફરી વંશવાદને યાદ કર્યો.

Leave Comments