પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ખામી, અચાનક ઘરમાં ઘુસી કાર અને લેવા લાગ્યા સેલ્ફી

December 2, 2019 1085

Description

દિલ્હીના લોધી એસ્ટેટ સ્થિત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસસ્થાને સુરક્ષામાં ગંભીર ચુક થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધીના ઘરમાં પરવાનગી વગર પ્રવેશ કર્યો બાદમાં તેમની સાથે સેલ્ફી લેવાની પણ પ્રયાસ કર્યો હતો.

આ મામલામાં સીઆરપીએફને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે. સોમવારે જણાવ્યું કે આ ઘટના એક સપ્તાહ પહેલાની છે.

લોધી એસ્ટેટ સ્થિત પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરમાં 25 નવેમ્બરે એક કારે પ્રવેશ કર્યો હતો. આ અજાણ્યા લોકો પ્રિયંકાના નિવાસ્થાનમાં ઘુસી ગયા હતા. ત્યાર બાદ કોઈ પણ પ્રકારની એપોઈમેન્ટ વગર જ તેમની સેલ્ફી લેવા લાગ્યા હતાં.

જ્યારે આ અજાણ્યા વ્યક્તિઓ પોતાની કારમાંથી ઉતર્યા તો પ્રિયંકા તેમને પુછ્યું હ્તું કે તેઓ ક્યાંથી આવ્યા છે?  જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ પ્રિયંકાના ફેન છે અને તેમને મળવા માટે જ આવ્યા છે. ત્યાર બાદ પ્રિયંકાએ તેમને ચા-પાણી નાસ્તો કરાવીને અલવિદા કર્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રિયંકા ગાંધી એક મહત્વની બેઠકમાં હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી.

Leave Comments