હજુ બીજેપીને દુશ્મન નથી માનતો : ઉદ્ધવ ઠાકરે

November 8, 2019 980

Description

મહારાષ્ટ્રની રાજનીતિમાં બીજેપી અને શિવસેનાની વચ્ચે કડવાશ ખુલીને સામે આવી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં આરોપોનો જવાબ આપતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “અમે બીજેપી જેવા નથી, જે વાયદાઓ કરીએ છીએ તેને નીભાવીએ છીએ.

બીજેપીએ ફક્ત 5 વર્ષ રાજનીતિ કરી છે. મે અમિત શાહ સાથે સીએમ પોસ્ટ માટે વાત કરી હતી. અમે ડેપ્યૂટી સીએમ માટે તૈયાર નહોતા.” શુક્રવારનાં પ્રેસ કોન્ફરન્સ કરતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “અમે ક્યારેય અમારા વચનથી પાછા નહીં હટીએ. બીજેપીએ વિકાસની જગ્યાએ ફક્ત રાજનીતિ કરી. તેમણે બાળ ઠાકરેનાં બાળકોને ખોટા કહ્યા.”

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “ચૂંટણીથી પહેલા બીજેપીએ મીઠી મીઠી વાતો કરી. હવે અમે બીજેપીની જાળમાં નહીં આવીએ. અમે બરાબરી ઇચ્છીએ છીએ. હું હજુ પણ તેમને દુશ્મન નથી માનતો. અમારે સીએમ બનાવવા માટે ફડણવીસની જરૂર નથી.

અમે ક્યારેય પણ પીએમ મોદીની ટીકા નથી કરી. અમે ક્યારેય દુષ્યંત ચૌટાલા જેવી ભાષાનો ઉપયોગ નથી કર્યો. જૂઠ બોલવનારાઓ સાથે વાત નથી કરી. બહુમત વગર તેઓ કઈ રીતે સરકાર બનાવશે? શું કર્ણાટક, મણિપુરની માફક મહારાષ્ટ્રમાં પણ સરકાર બનાવશે.”

ફડણવીસ અને આરએસએસને લઇને આપ્યું નિવેદન

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “મને દેવેન્દ્ર ફડણવીસથી આવા આરોપોની અપેક્ષા નહોતી. અમે દેવેન્દ્ર ફડણવીસનાં કારણે જ ગઠબંધન ચાલુ રાખ્યું હતુ. તેમણે 5 વર્ષનાં કામોનો શ્રેય ખુદ જ લઇ લીધો. અમે સરકારમાં બરાબરી ઇચ્છીએ છીએ. ડેપ્યૂટી સીએમ પદ અમને મંજૂર નહોતુ.” ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “આરએસએસ માટે અમને ઘણું સંમાન છે.

Leave Comments