આર્થિક અનામત બિલને રાષ્ટ્રપતિની લીલીઝંડી

January 12, 2019 1340

Description

આઝાદી બાદ પ્રથમ વખત સમાન્ય ગરીબોને અનામત મળી છે. સવર્ણોને 10 ટકા અનામત બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિએ પણ મ્હોર મારી દીધી છે. રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપી છે ત્યારે હવે દેશમાં અનામત 50 ટકાથી વધીને 60 ટકા થશે. સવર્ણોને 10 ટકા અનામત કાયદો બનશે. જો કે, આર્થિક અનામત બિલને એક એન.જી.ઓ. દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આર્થિક અનામત બિલને લોકસભામાં 323 મત મળ્યા હતાં. જ્યારે 3 મત વિરૂદ્ધમાં પડ્યા હતાં. તો રાજ્યસભામાં 172માંથી 165 સભ્યોએ સમર્થનમાં મત આપ્યા હતાં.. જ્યારે માત્ર 7 સભ્યોના અસમર્થનમાં મત પડ્યાં.

Leave Comments