પ્રદૂષણને કારણે દિલ્લીની કથળતી સ્થિતિ ટોક ઓફ ધ નેશન બની

November 6, 2019 1745

Description

શિયાળાની શરૂઆત સાથે જ દેશમાં પ્રદૂષણ નામનાં ઝેરીલા નાગે ફરી માથુ ઉંચક્યુ છે..દિલ્લી ગેસ ચેમ્બર બની ગયુ છે..પ્રદૂષણને કારણે દિલ્લીની કથળતી સ્થિતિ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.. દેશનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોને લઈને લઈને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCBનાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે..કયા શહેરો શ્વાસમાં ઝેરીલી હવા લઈ રહ્યા છે..કયા રાજ્યની સ્થિતિ સૌથી ગંભીર છે..જુઓ આ રીપોર્ટ..

દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારત જ્યારે પ્રદૂષણનાં કહેરથી ત્રસ્ત છે ત્યારે દક્ષિણ ભારતનાં નાનકડા રાજ્ય કેરળની કામગીરી ખુબ જ પ્રશંસનીય રહી છે..જ્યારે ઉત્તર ભારતનાં લોકો શ્વાસમાં ઝેરીલી હવા લઈ રહ્યા છે ત્યારે કેરળ સમગ્ર દેશને દિશા ચિંધી રહ્યું છે..માનવ વિકાસ આંકમાં હંમેશા અવ્વલ રહેનારુ કેરળ પ્રદૂષણ મામલે પણ દેશને દિશા ચિંધી રહ્યું છે..જોઈએ આ વિશેષ અહેવાલ..

પ્રદૂષણનાં સંકટે દિલ્લીવાસીઓની હાલત ખરાબ કરી દીધી છે..દિલ્લીવાસીઓનું જીવન જીવવુ દુષ્કર કરી દીધુ છે..પરિણામે સરકારે હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી..પરંતુ ગુજરાતનાં શહેરોની સ્થિતિ પણ કંઈ સારી નથી…શહેરોમાં સતત વધતુ જતુ પ્રદૂષણનું સ્તર ખતરાની ઘંટડી સમાન છે..જોઈએ ઓ માટે પ્રદૂષણનું સંકટ કેટલુ જોખમી..આ રીપોર્ટમાં…

Tags:

Leave Comments