સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવી જ પડશે : PM

September 11, 2019 275

Description

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાના અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મથુરામાં એક મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, તે 2 ઓક્ટોબર સુધી પોતાના ઘર, ઓફિસને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરે. સાથે જ તેમણે નામ લીધા વગર પાકિસ્તાનને આડકતરો સંદેશ આપી દીધો હતો.

વડાપ્રધાને આજે કાર્યક્રમમાં પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્લાસ્ટિકથી પશુઓ, નદીઓ, ઝરણા, તળાવમાં રહેતા પ્રાણીઓને નુંકશાન થાય છે. તેવામાં આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને તિલાંજલી આપી દેવી જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, 2 ઓક્ટોબર સુધીમાં લોકો પોતાના ઘર, ઓફિસ, આસપાસની જગ્યાઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત કરે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવશે. જે રિસાયકલ નહી કરાય તેનો ઉપયોગ રોડ બનાવવામાં કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાને લોકોને હાલક કરી હતી કે જ્યારે પણ તમે ઘરની બહાર સામાન ખરીદવા જાવ ત્યારે હાથમાં કાપડની થેલી લઈને જાવ. તેવી જ રીતે સરકારી ઓફિસમાં પણ પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ માટીના વાસણોની વ્યવસ્થા કરવામાં આવે.

જોકે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલે દુનિયાભરમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા પાકિસ્તાનને આડકતો ઈશારો કરી દીધો હતો. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, આજે આતંકવાદ દુનિયા માટે એક મુસીબત બની ગયો છે. તેના મૂળિયા આપણા પાડોશી દેસમાં વિકસી રહ્યાં છે. આઅતંકવાદ વિરૂદ્ધ દુનિયા આખીએ એકજુથ થવાની જરૂર છે. ભારત આ પડકારનો સામનો કરવામાં સક્ષમ છે, આ બાબત અમે કરી પણ દેખાડી છે અને જરૂર પડશે તો આગળ પણ કરતા રહીશું. અમારી સરકારે આતંકીઓ વિરૂદ્ધ કાયદાને પણ વધારે કડક બનાવ્યા છે.

Leave Comments