અમે મોટા પરિવારમાંથી નથી આવ્યા, નાના કાર્યકર છીએ : PM મોદી

April 26, 2019 620

Description

લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પુરા થઈ ગયા છે. આગામી તબક્કા માટે જોર-શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તે દરમિયાન PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમજ રેકોર્ડ મતદાનની અપિલ પણ કરી.

PM મોદીએ પોતાના નિવેદનમાં કહ્યં કે, ગઈકાલે સોશિયલ મીડિયામાંથી લોકોએ મને ખુબ કહ્યું કે રોડ શો બંધ કરો, અને તમારી સુરક્ષાનું ધ્યાન રાખો. પરંતુ મોદીનું જે ધ્યાન રાખે છે તે દેશની માતાઓ છે. તે શક્તિ બનીને મારી સુરક્ષા કરે છે.

તેમણે કહ્યું, દેશમાં આટલી ચૂંટણીઓ થઈ, પરંતુ આ ચૂંટણી થયા બાદ પોલિટિકલ પંડિતોને ખુબ મહેનત કરવી પડી. કેમ કે આઝાદી બાદ પ્રથમવાર પ્રો ઈંકમ્બેંસીની લહેર જોવા મળી. જનતા 5 વર્ષના અનુભવના આધાર પર તેમની આશા, આકાંક્ષા લઈને અમારાથી જોડાઈ ગઈ છે. જનતાએ સમગ્ર દેશની રાજનીતિ ચરિત્રને બદલી નાંખ્યું છે

Leave Comments