અમારી સરકારના નિર્ણયો બાદ પાકિસ્તાનમાં ધરતીકંપ આવી ગયો: PM મોદી

February 23, 2019 410

Description

રાજસ્થાનના ટોંકમાં જનસભાને સંબોધન કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓને તેમની સુરક્ષાને લઇને વિશ્વાસ અપાવ્યો હતો. વડાપ્રધાન દ્વારા આ નિવેદન પુલવામા જિલ્લામાં થયેલા હુમલા બાદ દેશના અલગઅલગ રાજ્યોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના સમાચાર બાદ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી પર હુમલો કરવો એટલે ‘ભારત તેરે ટુકડે’ બોલનારાઓને સમર્થન આપવા જેવું છે. આ સીવાય સભામાં તેમણે આતંકવાદ અને પાકિસ્તાનને પણ આડેહાથ લીધા હતા.

આતંકવાદને લઇને વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે પુલવામા થયેલા આતંકવાદી હુમલાના 100 કલાક પછી, આ હુમલાની પાછળ રહેલા આરોપીઓને ભારતીય સેના દ્વારા એેવી જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે, કે જ્યાં તેમની જગ્યા હતી. દુનિયામાં જ્યાં સુધી આતંકવાદની ફેક્ટ્રી ચાલું રહેશે, ત્યાં સુધી દુનિયામાં શાંતિ સંભવ નથી. એટલા માટે જ આતંકવાદની ફેક્ટ્રી પર તાળું લગાવવાનું કામ મારૂ છે, તો ભલે હું કરીને બતાવીશ.

Leave Comments