રાષ્ટ્રીય અધિવેેશનમાં મોદીએ કહ્યું – ‘બધા એક જ વ્યક્તિના વિરોધમાં છે’

January 12, 2019 995

Description

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે દિલ્હીમાં શક્તિપ્રદર્શન યોજ્યું. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી બે દિવસીય ભાજપની કાર્યકારીણીનું સમાપન થયું છે. આ પ્રસંગે PM મોદી, અમિત શાહથી લઇને દેશના 16 રાજ્યોના CM ઉપસ્થિત રહ્યાં હતાં. હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલાં કાર્યકરોને PM મોદીએ નવો મંત્ર આપ્યો હતો. સાથે જ PM મોદીએ સ્વામી વિવકાનંદ, અટલજી સહિતની હસ્તીઓને યાદ કર્યા હતાં. અનામતથી લઇને આંદોલન, ટેક્સથી લઇને ટેકો, ચોકીદારથી લઇને ચોર, ખેડૂતથી લઇને ખેતપેદાશો. શ્રદ્ધાથી લઇને રામ મંદિર સુધીના મુદ્દાઓ પર વિપક્ષને આડેહાથ લીધુ હતું.

ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી માટે જીવ રેડી દેવાનું આહ્વાન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ લડાઈ સલ્ત્તનત અને સંવિધાનમાં આસ્થા રાખનારાઓ વચ્ચેની છે. એક બાજુ એ લોકો છે જે કોઈ પણ રીતે પોતાની સલ્તનત બચાવવાની ફિરાકમાં છે અને એક તરફ અમે છીએ જે સંવિધાન માટે લડીએ છીએ. વડાપ્રધાને મહગઠબંધનને લઈને પન વિરોધી પાર્ટીઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વિરૂદ્ધમાં ઉભી થયેલી અને એક-બીજાનો વિરોધ કરનારી પાર્ટી આજે એક વ્યક્તિની હરાવવા માટે સાથે આવી રહી છે.

Leave Comments