PM મોદી આજે ખેડૂતો સાથે સીધો સંવાદ કરવા પંજાબ પહોંચ્યા

July 11, 2018 485

Description

2019ના લોકસભા ચૂંટણીને જોતા ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી રહી છે..પીએમ મોદી આજે ખેડૂતો સાથે સીધો સંવાદ કરવા પંજાબ પહોંચ્યા હતા. પીએમ આજે પંજાબના મલોટમાં ખેડૂતોને સંબોધન કર્યુ હતુ. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક પર ડોઢ ગણું એમએસપી વધારવામાં આવ્યુ છે.

પીએમ દ્વારા પ્રથમ વખત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ સાથે અકાલી દળના પ્રમુખ અને પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને પુર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદળ પણ હાજર રહ્યા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભાજપ અને અકાલી દળ વચ્ચે અણબનાવ સામે આવ્યો હતો. તો એક જ મંચ પર સાથે દેખાવાથી આ અણબનાવ દુર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે..

Leave Comments