સમલૈંગિકતા મામલે સુપ્રીમે બંને પક્ષકારોની દલીલો સાંભળી

July 11, 2018 500

Description

સમલૈંગિકતાને અપરાધ હેઠળ લાવનારી સંવિધાનની ધારા 377ની જોગવાઇ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ત્યારે મંગળવારે કોર્ટમાં સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવાની માંગ કરી રહેલ અરજીકર્તાઓના વકીલોની દલીલો સાંભળવામાં આવી.

આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ કરી રહી છે. તો પીઠના પાંચ જજોમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સિવાય અન્ય ચાર જજ પણ છે. તો આ પહેલાં સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસમાં સુનાવણીમાં વિલંબ નહીં કરવાનું જણાવ્યું હતું. કેમકે કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા બાદ થાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ બાળકો વિરુદ્ધ હિંસા અને શોષણને રોકવા માટે સુનિશ્ચિત કરે. કેન્દ્ર સરકારે કહ્યું કે ધારા 377 પર સુપ્રીમ કોર્ટ પોતાના વિવેકથી નિર્ણય લે.

Leave Comments