જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્રારા પૂંછમાં LoC પર ફાયરિંગ

February 21, 2019 2105

Description

જમ્મુ કશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ દુનિયાભરના દેશો પાકિસ્તાનની અવગણના કરી રહ્યાં છે.. સરહદ પર સતત તણાવ ભરી સ્થિતી સર્જાઇ છે.. પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દિવસે LOC પર સિઝ ફાયરીંગ કરવામાં આવ્યું છે.

પૂંછમાં સેના દ્વારા સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારતી સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભારત-પાકિસ્તાન બોર્ડ પર બુધવારે પણ પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે.

જમ્મુ કશ્મીરના રાજોરીમાં પાકિસ્તાની સેના અને ભારતીય સેના વચ્ચે ઘર્ણષ થયું હતું. ગત સાંજે 6.30 વાગે નોશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું.

ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. મંગળવારે પણ બંને દેશની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. મહત્વનું છે કે જમ્મુ કશ્મીરમાં બુધવારે 18 અલગાવવાદિયો અને 155 નેતાઓની સુરક્ષા હટાવી લીધી છે.

પુલવામાં હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાની સમર્થક અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાની અને યાસીફ મલિકની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે.

Tags:
JK

Leave Comments