J&Kના ઉરી સેક્ટરમાં 19 ફેબ્રુ. બાદ સતત પાક.નું ફાયરિંગ

February 26, 2018 845

Description

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાન 19 ફેબ્રુઆરી બાદ સતત ફાયરિંગ કરી રહ્યુ છે. જેને કારણે ગ્રામજનોનુ જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ઉરીના સ્થાનિક ગામો ખાલી કરવામાં આવ્યા. લોકો સેનાની રાહત શિબીરમાં આશરો લઇ રહ્યા છે.

જ્યાં સેનાના જવાન રાહત કાર્યોમાં જોડાયા છે. ઉરીના સ્થાનિક ગામો ખાલી કરવામાં આવ્યા. ભારે બરફવર્ષા અને તાપમાનમાં ઘટાડો થતા લોકોમાં ગરમ કપડા અને દવાની માંગ વધી છે.

ઉરી સેક્ટર મારફતે સૌથી વધુ આતંકીઓ કાશ્મીરમાં ઘુસણખોરી કરે છે. વર્ષ 2016માં સેનાના બ્રિગેડ મુખ્યાલયમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 19 જવાન શહીદ થયા હતા.

Tags:

Leave Comments