ટેસ્ટ મેં , હેલ્થ ગુમ, મેગીને લઈ ફરી વિવાદ છંછેડાયો

January 3, 2019 1460

Description

ટેસ્ટ ભી..હેલ્થ ભી. અને માત્ર બે મિનિટમાં મેગી તૈયાર. આ જ સુત્ર સાથે દેશના ઘરઘરમાં અને ભારતના બાળકોથી લઇ મોટેરાઓની પ્રિય એવી મેગીને લઇને હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમકોર્ટમા મેગીને લઇને ચાલી રહેલી સુનાવણીમાં નેસ્લે કંપનીએ માન્યું છે કે તેમની મેગીમાં લેડ એટલેકે શીશાનું પ્રમાણ સામાન્ય કરતાં ખતરનાક સ્તર પર છે. ગુરુવારે સુપ્રીમકોર્ટમા સુનાવણી વખતે નેસ્લે તરફથી દલીલો કરાનાર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મેગીમાં લેડની માત્રા નિર્ધારિત સીમાની અંદર છે. જોકે સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ ચંદ્રચુડની બેંચે સવાલ કર્યો કે લેડની માત્રાવાળી મેગી કેમ ખાવી જોઇએ? જેના જવાબમાં નેસ્લેના વકીલે સ્વિકાર્યું કે પહેલાની મેગીમાં લેડની માત્રા સીમા કરતાં વધારે હતી. મહત્વનું છે કે મેગીમાં સલામત લેડનું પ્રમાણ 2.5 પીપીએમ હોવું જોઇએ. જો કે મેગીમાં આ પ્રમાણ 17પીપીએમ જેટલું જોવા મળ્યું હતું. જે સલામત સ્તર કરતાં ખુબ જ ઉપર છે. લેબ ટેસ્ટ બાદ દેશમાં કુલ 500 ટન મેગીનો જત્થો નાથ કરાયો હતો. જેને લઇને સમગ્ર મામલે ગ્રાહક બાબતોના મંત્રાલયે નેસ્લે ઇન્ડિયા મામલે NDCDRC માં ફરિયાદ કરી હતી. જે મામલે હવે સુપ્રીમકોર્ટે કંપની સામે કાર્યવાહી કરવાની મંજુરી આપી છે. જેને લઇને નેસ્લે કંપનીને 640 કરોડ રૂપિયા ભરવાની ફરજ પડી શકે છે.

Leave Comments