NIA દ્વારા એટેકની તપાસ, આસપાસના ગામડાઓમાં સર્ચ ઓપરેશન

February 15, 2019 1100

Description

પુલવામામાં જૈશ એ મહોમ્મદના આત્મઘાતી હુમલા બાદ દેશ આક્રોશમાં છે. બીજી બાજુ એક્શનનું રિએક્શન આપવા માટે સેનાએ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે. ગુરુવારે ઘટનાના ગણતરીના કલાકો બાદ ગૃહવિભાગે કેન્દ્ર સરકારને આતંકી હુમલાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. તો ગુરુવારની આખી રાતના ઓપરેશન બાદ સવારે પણ સેનાએ પુલવામાના ગામડાઓમાં તપાસ ચાલુ રાખી છે.

બીજી બાજુ નેશનલ ઇનિવેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ અગાઉ પણ 8 ફેબ્રુઆરીના દિવસે આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કરાયું હતું, જોકે આટલા મોટા વિસ્ફોટક સાથે કરવામાં આવેલા હુમલામાં સ્થાનિક અને સેનામાં કોઇ ગદ્દાર દ્વારા માહિતી આપ્યાની શંકાએ તપાસ શરૂ કરવામા આવશે.

તો દિલ્હીમાં કેન્દ્રીય સુરક્ષા સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી છે. તો આતંકીઓ સામે કાર્યવાહી કરવા માટે સેનાને સજ્જ રહેવાના આદેશ આપી દેવાયા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ આજે જમ્મુ કાશ્મીરમાં પહોંચનાર છે.

Leave Comments