મુંબઈમાં છેલ્લા બે દિવસોમાં 250 MMથી વધારે વરસાદ

July 11, 2018 350

Description

મુંબઈમાં વરસાદ છેલ્લા 4 દિવસથી કહેર વરસાવી રહ્યો છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે, તો તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા બે દિવસોમાં 250 MMથી વધારે વરસાદ નોંધાયો છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વસઇ અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

પાણી ભરાઈ જતા કેટલીક જગ્યાઓ પર લોકો ફસાઈ ગયા છે. લોકોને બચાવવા એનડીઆરએફની ટીમે રેસ્કયુ હાથ ધર્યુ હતુ તો વસઈ, વિરારમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મુંબઈના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ્પ થયુ છે. રસ્તાઓ પર વાહનોની જગ્યાએ હોડીઓ જોવા મળી રહી છે.

Leave Comments