એન્ડ્રોઈડ યૂઝર્સ સાવધાન, ભારતમાં થઈ રહ્યો છે મેલવેરનો એટેક

July 11, 2019 1295

Description

એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલના દિવસોમાં મેલવેરનો શિકાર થઈ રહ્યાં છે. એક વાર ફરીથી કેટલાક રિસર્ચર્સે નવો મેલવેયર શોધ્યો છે. આ મેલવેયર એન્ડ્રોઇડની એપ્સને પોતાના કોડથી રિપ્લેસ કરે છે. આ Agent Smith નામના મેલવેરથી દુનિયાભરના લગભગ 25 મિલિયન એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પ્રભાવિત થયા છે.

સૂત્રો અનુસાર આશરે 1.5 કરોડ એન્ડ્રોઇડ ડિવાઇસ આ મેલવેયરથી પ્રભાવિત છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે Agent Smith મેલવેયરને શોધ્યો છે. આ મેલવેયર એન્ડ્રોઇડ OSની નબળાઇનો ફાયદો ઊઠાવી સ્માર્ટફોનમાં એપ્સને ખતરનાક વર્ઝનની એપ્સથી રિપ્લેસ કરી દે છે.

Leave Comments