“કોંગ્રેસ અને બીજેપીમાં કોઈ અંતર નથી : માયાવતી

January 12, 2019 695

Description

લોકસભા ચૂંટણીને લઇને બીએસપી અને એસપીની વચ્ચે સીટોની જાહેરાત થઈ ગઈ છે. બંને દળો 38-38 સીટો પર ચૂંટણી લડશે અને 2 સીટો સહયોગીઓ માટે છોડવામાં આવી છે. આ ઉપરાંત રાયબરેલી અને અમેઠીમાં કૉંગ્રેસ સામે કોઈ જ ઉમેદવાર ઉતારવામાં નહીં આવે.

ગઠબંધનની જાહેરાત કરતા બીએસપી ચીફ માયાવતીએ કૉંગ્રેસ પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસ અને બીજેપીમાં કોઈ અંતર નથી.” તેમણે કૉંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કારણ ગણાવતા કહ્યું કે, “આ પાર્ટીનાં વૉટ એસપી અને બીએસપીને ટ્રાન્સફર નથી થતા આ કારણે કૉંગ્રેસને સામેલ કરવામાં આવી નથી.”

Leave Comments