UPમાં સપા-બસપા 38-38 સીટો પરથી લડશે 2019ની લોકસભા ચૂંટણી

January 12, 2019 875

Description

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનની આજે સત્તાવાર જાહેરાત થઇ હતી. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે.

આ દરમ્યાન સીટોની વહેંચણીને માયાવતીએ મોટી જાહેરાત કરી દીધી. પત્રકાર પરિષદ પહેલાં જ આખું લખનઉ પોસ્ટર્સથી રંગાઇ ગયું છે.

માયાવતી એ કહ્યું કે…4 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં અમે રાજ્યની તમામ 80 લોકસભા સીટો પર ગઠબંધન કરી લીધું છે. તેનો અંદાજો કદાચ ભાજપને આવી ગયો હતો તેના લીધે અમારા સહયોગી અખિલેશ યાદવની છબી ધૂંધળી કરવા માટે જબરદસ્તી તેમનું નામ ખાણ કૌભાંડમાં સામેલ કર્યું.

વધુમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે રક્ષા ડીલોમાં બંને પાર્ટીઓની ગડબડી છે. પહેલાં કૉંગ્રેસે બોફોર્સ કર્યો અને હવે ભાજપ ટૂંક સમયમાં જ રાફેલ ડીલમાં ગડબડીના લીધે દેશની સત્તામાંથી બહાર જતી રહેવાની છે.

Leave Comments