લોકસભામાં સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો મિલાવટી દૂધનો મુદ્દો

July 11, 2019 755

Description

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ભેળસેળ વાળા અને નકલી દૂધનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, નકલી દૂધને કારણે લોકો કેન્સર જેવી ભયંકર બિમારીનો ભોગ બની રહ્યાં છે. આ માટે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ. જેને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને જેલના સળીયા પાછળ ધકેલી શકાય.

મહત્વનું છે કે અગાઉ ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા નકલી અને ભેળસેળ વાળા દૂધને લઈને એક અહેવાલ રજૂ કરાયો હતો. ઓપરેશન ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં ‘સંદેશ ન્યૂઝ’ દ્રારા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દાને લોકસભામાં ઉઠાવ્યો છે.

Leave Comments