શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે ભારતીય સેના પર પથ્થરમારો

June 5, 2019 740

Description

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા દેશભરમાં મુસ્લિમ બિરાદરો રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ આ પવિત્ર દિવસે પણ પથ્થરબાજોએ જમ્મુ કાશ્મીરને બાનમાં લીધુ. શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે ભારતીય સેના પર પથ્થરમારો થયો.

નમાજ પઢ્યા બાદ પથ્થરબાજો રસ્તા પર ઉતરી આવ્યા અને નારેબાજી શરૂ કરી દીધી. આઇએસ આઇએસના તિરંગા લઇને રોડ પર નીકળી પડ્યા. હાફીઝ સઇદ અને જાકીર મૂસાના પોસ્ટરો સાથે પથ્થરબાજોએ ભારતીય સેના પર હુમલો કર્યો. સામે ભારતીય સેના દ્વારા ટીયર ગેસના સેલ છોડાયા. તો બીજી તરફ પુલવામા જિલ્લામાં આતંકીઓએ એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દીધી. કાકાપોરાના નારબલ ગામમાં આતંકવાદીઓ વહેલી સવારે ધસી આવ્યા. નગેનાબાનો નામની મહિલા પર ગોળી ચલાવી અને ઘટના સ્થળે જ મહિલા મોતને ભેટી.. ફાયરિંગમાં સુલતાન નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો છે.. ઘટનાને પગલે સુરક્ષાદળો
દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ.

Tags:
JK

Leave Comments