જમ્મુ અને કશ્મીરનાં પુલવામામાં આતંકીને ઠાર મરાયો

February 12, 2019 335

Description

જમ્મુ અને કશ્મીરનાં પુલવામા જીલ્લાના રત્નિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના અથડામણ. છેલ્લા ઘણા દિવસથી કાશ્મીરમાં શાંતી ડહોળવાનો ભરપૂર પ્રયાસ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે કાલે ઉરી અર્મી કમ્પ નજીક સંદિગ્ધ હિલચાલ જોવામાં આવી હતી.

તો શ્રીનગર લાલ ચોક પાસે સુરક્ષાદળોની ચેક પોસ્ટને ગ્રેનેડ હુમલાની નિશાન બનાવવામાં આવી હતી. સુરક્ષાદળો દ્રારા કાશ્મીરમાં ચાલી રહેલા સતત ઓપરેશનો અને આતંકીનાં ખાતમા માટેનાં સેના અભિયાનનાં આફટ શોક તરીકે જોવામાં આવી રહ્યું છે.

સુરક્ષાદળોએ માહિતીનાં આધારે પુલવામામાં 2 આતંકીઓનો ઘેરી લીધા હતા. સુરક્ષાદળોની હાજરીથી વ્યતિત આતંકીઓ દ્રારા સેના પર ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Leave Comments