ITBPના મહિલા DIG અપર્ણા કુમારે સેવન સમિટ ચેલેન્જ પુરી કરી

July 12, 2019 1610

Description

આઇટીબીપીના જવાનો વિષમ વાતાવરણમાં પણ અડગ રહેવા માટે અને કોઇપણ સ્થિતીમાં લડવા માટે તૈયાર હોય છે. ત્યારે આઇટીબીપીના મહિલા ડીઆઇજી અપર્ણા કુમારે ભલભલા માટે અશક્ય કહેવાય તેવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે.

અપર્ણા કુમારે ઉત્તરી અમેરિકાના માઉન્ટ દેનાલી સર કરીને સેવન સમિટ ચેલેન્જ પુરું કર્યું છે. મહત્વનું છે કે માઉન્ટ દેનાલી ઉત્તરી અમેરિકાની સૌથી ઉંચો પર્વત છે. અને જેની ઉંચાઇ 20,310 ફૂટ છે. જેનું આરોહણ કરીને અપર્ણા કુમારે આઇટીબીપી જવાનોની મક્કમતાની એક નવી મિસાલ કાયમ કરી છે.

અપર્ણા કુમારના ભારત પાછા ફરવા પર આઇટીબીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું. મહત્વનું છે કે આઇટીબીપી જવાનોને સાહસિક કિર્તિમાનો સ્થાપવા માટે હંમેશા ઉત્સાહિત કરતું રહ્યું છે. ત્યારે આઇટીબીપીએ હજી સુધી 212 સફળ પર્વતારોહણ અભિયાનોનું સંચાલન કર્યું છે.

Leave Comments