અંતરિક્ષમાં ભારતની બીજી સિદ્ધિ, ISROએ એમિસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો

April 1, 2019 3320

Description

અંતરિક્ષની દુનિયામાં ભારતે બીજી સિદ્ધિ હાંસલ કરી છે. પાકિસ્તાનમાં આતંકી ગતિવિધીઓ જાણવા ઇસરો દ્વારા એમિસેટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. સુરક્ષાની દ્રષ્ટિએ આ ઉપગ્રહ ઘણો જ મહત્વપૂર્ણ છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સવારે 9.27 કલાકે PSLV દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ એમિસેટ લોન્ચ કરવામાં આવ્યો.

એમિસેટની સાથે અન્ય 28 ઉપગ્રહો પણ લોન્ચ કરાયા. 436 કિલોગ્રામના એમિસેટ ઉપગ્રહની ખાસિયતો પર નજર કરીએ તો આ ઉપગ્રહ થકી આંતકી હિલચાલ પર નજર રાખી શકાશે. પાકિસ્તાનની સીમા પર ઇલેક્ટ્રોનિક અને માનવીય હિલચાલ પર નજર રાખી શકાશે.

બોર્ડર પર એમિસેટ રડાર અને સેન્સર પર નજર રાખશે. આ ઉપરાંત સંચાર સાથે જોડાયેલી તમામ ગતિવિધીઓ પણ બાજ નજર રાખશે.. 749 કિલોમીટરના કક્ષમાં સ્થાપિત કરાશે. 28 ઉપગ્રહોમાં 24 ઉપગ્રહ અમેરિકા, 2 લિથુઆનિયા, જ્યારે સ્પેન અને સ્વિત્ઝર્લેન્ડના 1-1 ઉપગ્રહ લોન્ચ કરાયા.

Leave Comments