ભારતીય પત્રકાર પલ્લવીનો M.J. અકબર પર બળાત્કારનો આરોપ

November 2, 2018 1115

Description

પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે એક અમેરિકામાં રહેતી ભારતીય પત્રકારે અકબર પર બળાત્કારનો આરોપ લગાવ્યો. વોશ્ગિંટન પોસ્ટમાં પ્રકાશિત પલ્લવી ગોગોઈના નિવેદન પ્રમાણે જયપુરની એક હોટલમાં અકબર એક માહિતી પર ચર્ચા કરવા પલ્લવી સાથે હતા. જ્યાં હોટલના એક રૂમમાં તેમણે પલ્લવી પર બળાત્કાર કર્યો.

બંન્ને વચ્ચે મારપીટ પણ થઈ. પલ્લવીએ જણાવ્યું કે મે ઘણો સંઘર્ષ કર્યો. પરંતુ તેઓ શારીરીક રીતે મારાથી વધુ તાકતવર હતા. તેમણે મારા કપડા ફાડી અને મારા પર બળાત્કાર કર્યો. આરોપો પર અકબરે કહ્યું કે બંન્નેની સહમતિથી રિલેશનશિપમાં હતા અને અનેક મહિનાઓ સુધી આ સંબંધ રહ્યા હતા. આ વિષે મારા ઘરે પણ કકળાટ થયો હતો. પરંતુ બાદમાં રિલેશનશિપ કદાચ ખરાબ રસ્તા પર ખત્મ થઈ ગઇ…

Leave Comments