સીરમ ઇન્સ્ટીટ્યૂટનો દાવો, ડિસે.ના અંત સુધીમાં 30 કરોડ કોરોના ડોઝ તૈયાર કરાશે

October 18, 2020 1220

Description

કોરોનાના સંકટની વચ્ચે સીરમ ઇન્સ્ટીટ્યૂટે દાવો કર્યો કે ડિસેમ્બરના અંત સુધીમાં 30 કરોડ ડોઝ તૈયાર કરી દેવાશે. ઇન્સ્ટીટ્યૂટના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર સુરેશ જાધવે કહ્યુ કે માર્ચ 2021 સુધી વેક્સીનનો ફાઇનલ ટેસ્ટ પણ થઇ જશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ એક વર્ષમાં 70 થી 80 કરોડ વેક્સીનના ડોઝ તૈયાર કરી શકે તેવી ક્ષમતા છે. ભારતમાં એક સાથે 3 ફાર્મા કંપનીઓ કોરોના વેક્સીન તૈયાર કરવામાં લાગી છે. જેમાંથી 2ના ક્લીનિકલ ટ્રાયલ ત્રીજા સ્ટેજ પર છે. જ્યારે ત્રીજી કંપનીનુ ટ્રાયલ બીજા સ્ટેજમાં છે.

Leave Comments