હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું

December 29, 2019 635

Description

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનુ જોર વધી રહ્યુ છે. ત્યારે રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કાતિલ ઠંડીને કારણે સર્વત્ર બરફ જામી ગયો છે. જ્યાં નજર પહોંચે ત્યાં બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે.

મેદાની વિસ્તાર અને ઘરની બહાર બરફના થર જામ્યા છે. જેમાં ડાઇનિંગ ટેબલ હોય કે પછી ફુવારો. તમામ જગ્યાએ બરફનુ રાજ જોવા મળ્યુ છે. તો બીજી તરફ આવા આહલાદ્ક વાતાવરણને કારણે માઉન્ટ આબુમાં પર્યટકોનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.

પર્યટકો મન ભરીને બરફાચ્છિત નજારો માણી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાનુસાર આવનારા દિવસોમાં તાપમાન હજુ ઘટાડો થઇ શકે છે. જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો છે.

Leave Comments